Home Women Cricket વેસ્ટ ઇન્ડિઝ સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટી20 સીરિઝ રમશે

વેસ્ટ ઇન્ડિઝ સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટી20 સીરિઝ રમશે

3687
0
England Women Cricket

London (SportsMirror.in) : ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ (Women Cricket) ટીમ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર 2020 માં પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યું છે. ઇંગ્લેન્ડ પોતાના ઘર આંગણે ડર્બીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે પાંચ મેચની ટી20 સીરિઝ રમશે.

ઇંગ્લેન્ડ સામેની ત્રિકોણીય સીરિઝમાંથી ભારત અને આફ્રિકા ખસી ગયું હતું
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ કાર્યક્રમની પુષ્ટિ કરી છે. આ સીરિઝ બાયો સિક્યોર વાતાવરણમાં ખાલી સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લેન્ડની મહિલા ટીમ (Women Cricket) આ પહેલા ભારત અને સાઉથ આફ્રિકા સાથે ત્રિકોણીય સીરિઝની મેજબાની કરવાની હતી. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેચી લીધું હતું. ત્યાર બાદ કોરોના વાયરસની વિશ્વમાં ફેલાયેલી મહામારીના કારણે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પણ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડવા માટે ના પાડી દીધી હતી.

 

ઇંગ્લેન્ડ બોર્ડે વેસ્ટ ઇન્ડિઝ બોર્ડનો આભાર માન્યો
વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ સાથે રમાનારી પાંચ મેચની ટી20 સીરિઝ 21, 23, 26, 28 અને 30 સપ્ટેમ્બર 2020 ના રોજ રમાશે. ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના મેનેજીંગ ડિરેક્ટર ક્લેર કૉનરે આ સીરિઝને લઇને જણાવ્યું કે, “ઘણા મહિનાઓથી ચાલી રહેલી વાતચીત અને સતત પ્રયાસો બાદ લાંબા સમય બાદ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમશે. અમે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડનો આભાર માનીએ છીએ કે બોર્ડે છેલ્લા ઘણા સમયથી આ પ્રવાસ માટે સતત અમારી સાથે ચર્ચા કરી. આશા રાખું છું કે આ પ્રવાસ – ટુર્નામેન્ટથી ઘણા નવા ક્રિકેટ ચાહકો મહિલા ક્રિકેટ ટીમને મળશે.

જાણો, 5 ટી20 મેચની સીરિઝ ક્યારે અને ક્યા સમય પર રમાશે
1st ટી20 મેચ – 21 સપ્ટેમ્બર, સોમવાર (10 PM, IST)
2nd ટી20 મેચ – 23 સપ્ટેમ્બર, બુધવાર (10 PM, IST)
3rd ટી20 મેચ – 26 સપ્ટેમ્બર, શનિવાર (16:30 PM, IST)
4th ટી20 મેચ – 28 સપ્ટેમ્બર, સોમવાર (10 PM, IST)
5th ટી20 મેચ – 30 સપ્ટેમ્બર, બુધવાર (10 PM, IST)

આ પણ વાંચો : હવે લક્ષ્ય 2022 વર્લ્ડ કપ છે, પણ દરેક શ્રેણીમાં પ્રદર્શન સુધારવા પ્રયત્ન રહેશે: ઝુલન ગોસ્વામી

તમને જણાવી દઇએ કે વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીના કારણે વિશ્વની તમામ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ કાતો રદ્દ થઇ ગઇ છે કા તો નિશ્ચિત સમય સુધી સ્થગિત થઇ ગઇ છે. પરંતુ ધીમે ધીમે જરૂરી સુરક્ષા અને નિયમોનું પાલન કરીને ટુર્નામેન્ટો રમાવવાનું શરૂ થઇ રહ્યું છે. પણ મહત્વનું એ છે કે હાલ જ્યા સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યા સુધી ક્રિકેટ, ફુટબોલ કે પછી મોટી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશવા દેવામાં નહી આવે એટલે મેચ સંપુર્ણ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.