Chandigarh (SportsMirror.in) : ઈન્ટરનેશનલ રેસલર બબીતા ફોગાટ (Babita Phogat) બુધવારે હરિયાણાના રમતગમત વિભાગના નાયબ નિયામકપદેથી રાજીનામું આપ્યું છે. આ પહેલા તેને 2019 ની વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર તરીકે રાજ્યની પેટા-ચૂંટણીમાં મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે.
બબીતા ફોગાટ (Babita Phogat) એ સરકારી નોકરીમાંથી રાજીનામા બાદ તેણે મીડિયાને કહ્યું, “રાજ્યમાં બરોડા વિધાનસભાની પેટા-ચૂંટણીઓ ઉપરાંત, હું બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પણ સક્રિય ભાગ લેવા જઈશ.”
Wrestler Babita Phogat (in file photo) resigns as the Deputy Director of Sports and Youth Affairs Department of Haryana, citing "unavoidable circumstances." pic.twitter.com/StVJmmsjjb
— ANI (@ANI) October 7, 2020
બબીતા અને કબડ્ડી ખેલાડી કવિતા દેવીની 30 જુલાઈએ રમતગમત વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 2014ની કોમનવેલ્થ ગેમ્સની વિજેતા બબીતા 2019ની વિધાનસભામાં દાદરીથી હારી ગઈ હતી.
અગાઉ, તેમણે તેમના પિતા દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા મહાવીરસિંહ ફોગાટ સાથે ભાજપમાં જોડાવાના એક દિવસ પછી 13 ઓગસ્ટ, 2019 ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો : વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ક્વોલિફાય કરનાર પહેલી ભારતીય ખેલાડી બની
હિન્દી ફિલ્મ દંગલમાં અભિનેતા આમિર ખાને મહાવીર ફોગાટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ મહાવીર ફોગાટ અને તેની પુત્રી રેસલર ગીતા અને બબીતા ફોગાટનાં જીવન પર આધારિત હતી.
Author: Vishal Vaja