Home More Sports રોયલ રંબલને લઇને એઝ દ્વારા કરવામાં આવ્યો મોટો ખુલાસો…

રોયલ રંબલને લઇને એઝ દ્વારા કરવામાં આવ્યો મોટો ખુલાસો…

91
0
WWE (PC : Google)

Mumbai (SportsMirror.in) : પીપીવી આવવાને હવે થોડોક જ સમય બાકી છે ત્યારે ચારેય બાજુ એવી અફવાઓ ફેલાવા લાગી છે કે ગોલ્ડબર્ગ, રોંડા રાઉઝી અને પેઝ જેવા WWE સુપરસ્ટાર ખેલાડી પરત ફરી શકે તેમ છે. આ લિસ્ટમાં અન્ય એક વધારાનું નામ પણ છે જેના પરત ભરવાની સંભાવના છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. WWE હોલ ઓફ ફેમર એઝના નામની ચર્ચા ચાલી રહીં છે કે તે રંબલ મેચમાં નજરે ચડી શકે તેમ છે.

જ્યારે આ મામલે એઝ નિવેદન આપતા જણાવે છે કે આ એકદમ ફની છે  કે જે રીતે અફવા ફેલાવવામાં આવી રહીં છે કે હું પિટ્સબર્ગમાં હતો, મને રેસલિંગ માટે ક્લીયર કરી દેવામાં આવ્યો અને મેં નવા કોન્ટ્રાકટ પણ સાઉઇ કરી લીધા છે. મને ખબર નથી કે આ સમાચાર ક્યાથી આવી રહ્યા છે. હું છેલ્લે વર્ષ 2013માં પિટ્સબર્ગમાં હતો. તેટલા માટે જ મને આ મામલે કોઇજ અંદાજ છે નહીં. મેં કોઇપણ પ્રકારનો કોન્ટ્રાકટ સાઇન કર્યો નથી.

અગાઉ પણ તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ બાબતે ખુલાસો કર્યો હતો અને દરેક અફવાઓનો  અંત લાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ભલે હાલમાં એઝ એવી વાત જણાવી રહ્યા છે કે તેમણે કોઇપણ જાતનો કોન્ટ્રાકટ સાઇન કર્યો નથી, પરંતુ ગમે ત્યારે તેઓ રોયલ રંબલમાં ધમાકેદાર વાપસી કરી શકે તેમ છે તેવી સંભાવનાઓ સેવાઇ રહી તો છે જ એટેલ આગામી સમયમાં આ બાબતે શું પરિણામ આવશે? તે જોવાનું રહ્યું છે.

આ પણ વાંચો : ભારતીય હોકી ટીમે 36 વર્ષ બાદ નેધરલેન્ડને હરાવ્યું

રોયલ રંબલના ફેન આખી દુનિયામાં છે અને તેમાથી ભારત દેશના લોકો પણ બાકત નથી. આગામી 26 જાન્યુઆરીથી રોયલ રંબલ પીવીસી 2020ની શરૂઆત થવા જઇ રહીં છે. ભારતમાં આ મેચ 27 જાન્યુઆરીએ પ્રસારિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં રોયલ રંબલ માટે 22 સુપરસ્ટારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહશે કે બાકી વધેલા 8 જગ્યામાં એઝની એન્ટ્રી થશે કે કેમ?